kem kanaiyalal? - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કેમ કનૈયાલાલ?

kem kanaiyalal?

કનૈયાલાલ મ. પંડ્યા કનૈયાલાલ મ. પંડ્યા
કેમ કનૈયાલાલ?
કનૈયાલાલ મ. પંડ્યા

કેમ કનૈયાલાલ?

ઠાલું ઠાલું આમ ના પૂછો

આપો થોડું વ્હાલ

કેમ કનૈયાલાલ?

આવો ઓરા, હળીએ મળીએ

હાથમાં લીએ હાથ

એકલતાનું હીમ પીગળશે

ગરમાવાની સાથ

મીઠું મીઠું આજ કહો કૈં

મોણાં દેજો કાલ... કેમ.

કટકો ફાગણ, કટકો શ્રાવણ

કટકો વ્હાલી રાત

કટકો હોઠની હેતકટોરી

રોમરોમ રળિયાત

‘આવજો’ કહીને ભૂલી જાજો

હાલ તો, ભેરુ, હાલ... કેમ.

વરસોથી અધમારગ ઊભા

કોક કનૈયાલાલ

માણસ નામે કોઈ મળે તો

કરવો છે સંગાથ

હોય જો બાળ તો દેજો ભળાવી

મનખો આખો ન્યાલ...

કેમ કનૈયાલાલ?

સ્રોત

  • પુસ્તક : ઉદ્ગીથ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સર્જક : કનૈયાલાલ મ. પંડ્યા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1999