રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપીળી દાંડીની થાંભલિયુ, લીલી પાંદડિયુંનો છાંયો…
હમચો માણેકથંભ રોપાયો….
વાયુ હરખપદુડો વા’યો….
હરખે હેત હિલોળાં લેતી, પાંચેપાંચ આંગળી બોળી…
ખોલી કંકુ વરણી ઝોળી…
ચોખા સાથે બોળી બોળી….
કેસરવરણો સાફો પડદુક, પડદુક આંખોને ઢંઢોળી…
અચકો પાંપણસોતી ચોળી…
મચકો ગલગોટે ઝબકોળી…
છલ્લક દરિયાઈ ઘુમ્મરિયું મલ્લક ભમ્મરિયો પડછાયો…
હમચો માણેકથંભ રોપાયો….
વાયુ હરખપદુડો વા’યો….
પીળી દાંડીની થાંભલિયુ, લીલી પાંદડિયુંનો છાંયો…
હમચો માણેકથંભ રોપાયો….
વાયુ હરખપદુડો વા’યો….
રાતી તલવાર્યું બંબોળ, હાલર હુલર જોડી જાન…
તા થૈ તડકો ભીનેવાન…
તા થૈ ફૂટે લીલું પાન…
અધમણ ઉડે રે ગુલાલ, અધમણ ગીતો ઉંધેકાન્ધ…
અમરો કંકુનું તોફાન…
ડમરો ઝમ્મક-છમ્મક ગાન…
ફૂટી તકધિનાધિન પરિયું, રંગે હાથ પછી ઝડપાયો,
હમચો માણેકથંભ રોપાયો….
વાયુ હરખપદુડો વા’યો….
પીળી દાંડીની થાંભલિયુ, લીલી પાંદડિયુંનો છાંયો…
હમચો માણેકથંભ રોપાયો….
વાયુ હરખપદુડો વા’યો….
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ