હાં રે એક રૂડો
ભાભીના ભાલ કેરી એ ટીલડીનો રાતુડો રંગ,
હાં રે બીજો રૂડો
વીરાની શૌર્યઘેરી બે આંખડીનો રાતુડો રંગ.
હાંરે એક રૂડો
માવડીને મીઠે સેંથે ભરેલ રાતુડો રંગ,
હાં રે બીજો રૂડો
બાળુડી બહેન! તારે હોઠે ઝરંત રાતુડો રંગ.
હાં રે એક રૂડો
શૂરવીરના જખમના શોણિત તણો રાતુડો રંગ,
હાં રે બીજો રૂડો
પરદેશ જતા પિયુજીની પ્રીત તણો રાતુડો રંગ.
હાં રે એક રૂડો
વરલાડી! તારી સોહાગણ ચૂડલીનો રાતુડો રંગ,
હાં રે બીજો રૂડો
વનની ચણોંઠડીનો હીંગોળભર્યો રાતુડો રંગ.
હાં રે એક રૂડો
સહિયર તણી હથેળીમાં મેંદીભર્યો રાતુડો રંગ,
હાં રે બીજો રૂડો
સંધ્યાને હૃદય સળગી રહેતો મધુર રાતુડો રંગ.
હાં રે એક રૂડો
કન્યાને હાથ રમતી કંકાવટીનો રાતુડો રંગ,
હાં રે બીજો રૂડો
બજરંગની ધજાનો ગગને ઉડન્ત રાતુડો રંગ.
હાં રે મને રૂડો
પરભુજીનો સૃજેલો સંસારે સર્વ રાતુડો રંગ,
હાં રે એક કૂડો
ક્રોધાળ માનવી કો જીભ તણો રાતુડો રંગ.
han re ek ruDo
bhabhina bhaal keri e tilDino ratuDo rang,
han re bijo ruDo
wirani shaurygheri be ankhDino ratuDo rang
hanre ek ruDo
mawDine mithe senthe bharel ratuDo rang,
han re bijo ruDo
baluDi bahen! tare hothe jharant ratuDo rang
han re ek ruDo
shurwirna jakhamna shonit tano ratuDo rang,
han re bijo ruDo
pardesh jata piyujini preet tano ratuDo rang,
han re ek ruDo
warlaDi! tari sohagan chuDlino ratuDo rang,
han re bijo ruDo
wanni chanonthDino hingolbharyo ratuDo rang
han re ek ruDo
sahiyar tani hatheliman meindibharyo ratuDo rang,
han re bijo ruDo
sandhyane hriday salgi raheto madhur ratuDo rang
han re ek ruDo
kanyane hath ramati kankawtino ratuDo rang,
han re bijo ruDo
bajrangni dhajano gagne uDant ratuDo rang
han re mane ruDo
parabhujino srijelo sansare sarw ratuDo rang,
han re ek kuDo
krodhal manawi ko jeebh tano ratuDo rang
(1928)

સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 216)
- સંપાદક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997