રતિક્રીડાનું ગીત
ratikridanu geet
પરેશ દવે 'નિર્મન'
Paresh Dave 'Nirman'

ચૂચૂકપુષ્પની ટોચે ફત્તોજી ચુંબનવલ્લી છાપે
નિજ શ્યામાનું અધર ગ્રહીને સખ્ય હોઠનું સ્થાપે
ઊભા વરસ્યા દેહ
ફત્તોજી ટૌકો માંગે
ભડભડ સળગ્યા દેહ
ફત્તોજી ટૌકો માંગે
તનચંપાનો ગજરો ગૂંથી ખળખળ કરતાં આણે
પ્રીત કરીને પારેવડીને સોનલસેજમાં તાણે
ચૂચૂકપુષ્પની ટોચે ફ્ત્તોજી ચુંબનવલ્લી છાપે
હળવે અંતર કાપ્યા કુંવારિયા
હળવે દેહ માપ્યાં કુંવારિયા
તે
બોલ્યા ચિક વિક ચિક વિક દેહ
ફત્તોજી ટૌકો માંગે
આડા વરસ્યા મઘમઘ મેહ
ફત્તોજી ટૌકો માંગે
ઊડી ગંધ ચહું દિશ
ફત્તોજી ટૌકો માંગે
ઊડ્યા રંગ લખ વીસ
ફત્તોજી ટૌકો માંગે
હેતથી ભીનો ટૌકો ટેંહૂક ટેંહૂક આયો
છાતીની ભોંય ખૂંદતો લીલો મોર આયો
મોરલો ઢેલની ગંધે આયો
મોરલો ઢેલ પરમાણે આયો
ખળખળ કરતી સેજડીએ ફત્તોજી ટૌકો સુણે,
ચૂચૂકપુષ્પની ટોચે ફત્તોજી ચુંબનવલ્લી છાપે!



સ્રોત
- પુસ્તક : ભાવસૂત્ર (પૃષ્ઠ ક્રમાંક 78)
- સર્જક : પરેશ દવે
- પ્રકાશક : શોપિઝન
- વર્ષ : 2022
- આવૃત્તિ : 2