aa te kevii ghadii - Geet | RekhtaGujarati

તે કેવી ઘડી? તે કેવી ઘડી?

થડિયાને જોવામાં, ડાળખી નડી!

ઝાડવાને જોવા તો માંડી'તી જાતરા;

તે કીધું રસ્તે આવ્યા'તા પાધરા;

ભવની તોડાશ તોય માથે પડી;

થડિયાને જોવામાં ડાળખી નડી!

ફૂલ, પાન, ખુશ્બૂને ઝાડવું કીધું

તોય હજી મન નથી રહેતું સીધું!

બધી પાંદડી નડી, નડી ફૂલની છડી;

થડિયાને જોવામાં ડાળખી નડી!

સ્રોત

  • પુસ્તક : ઈદંતા (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : સતીશચંદ્ર વ્યાસ 'શબ્દ'
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1996