rang rang holi - Geet | RekhtaGujarati

રંગ રંગ હોળી

rang rang holi

બાલમુકુન્દ દવે બાલમુકુન્દ દવે
રંગ રંગ હોળી
બાલમુકુન્દ દવે

રંગ રંગ હોળી

ગુલાલ રંગ હોળી

ખેલોજી થોડી થોડી

હો લાલ રંગ હોળી.

ગુલાલ રંગ હોળી.

વનવાયરે હીંચોળી,

નવમંજરીએ કૉળી,

સોહાગની રંગોળી,

હો લાલ રંગ હોળી.

ગુલાલ રંગ હોળી.

ખેલોજી થોડી થોડી

હો લાલ રંગ હોળી.

ગુલાલ રંગ હોળી.

અંગ અંગ ઓઢી

હો પ્રીતની પટોળી,

જોબંનમાં ઝબોળી

હો લાલ રંગ હોળી

ગુલાલ રંગ હોળી

ખેલોજી થોડી થોડી

હો લાલ રંગ હોળી.

ગુલાલ રંગ હોળી.

સ્રોત

  • પુસ્તક : બૃહદ પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2010