Ramni Wadiae - Geet | RekhtaGujarati

રામની વાડીએ

Ramni Wadiae

ઉશનસ્ ઉશનસ્
રામની વાડીએ
ઉશનસ્

રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી

આપણા નામની અલગ છાપ ન પાડીએ જી.

જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,

તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;

ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી : રામની...

રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,

બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;

વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી : રામની...

રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,

સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;

આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી : રામની...

સ્રોત

  • પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996