aa niil vyom te harivar - Geet | RekhtaGujarati

આ નીલ વ્યોમ તે હરિવર

aa niil vyom te harivar

પુરુષોત્તમ શિવરામ રેગે પુરુષોત્તમ શિવરામ રેગે
આ નીલ વ્યોમ તે હરિવર
પુરુષોત્તમ શિવરામ રેગે

નીલ વ્યોમ તે હરિવર

ને એક તારલી રાધા

બાવરી, યુગયુગની મન બાધા.

વિસ્તાર ધરાનો ગોવિંદ

ને અક્ષતભૂમિ રાધા

સફળ યુગયુગ પ્રિયંવદા

નિશ્ચલ વ્હેતું જલ કૃષ્ણ

તટ પર વન ઝૂકે તે રાધા

વિપ્રશ્ન, યુગયુગની ચિરતંદ્રા.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1968 (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ