પ્રોષિતભર્તુકાનું ગીત
proshitbhartukaanun geet
રાજેન્દ્ર ભટ્ટ
Rajendra Bhatt
રાજેન્દ્ર ભટ્ટ
Rajendra Bhatt
અડધી રાતે ખડકી ખોલી ઊભી સાંકળ ઝાલી,
શેરીના સૂનકારે મુઈ સુધબુધ નીકળી હાલી.
આંખ ઉલાળી એણે કીધું
આવું છું રે હમણા;
ભણકારા જંપવા ના દે તો
ક્યાંથી આવે સમણા;
વા કરે જ્યાં અટકચાળો ત્યાં મલકું ઠાલી ઠાલી...
અડધી રાતે ખડકી ખોલી ઊભી સાંકળ ઝાલી,
દિ આખોયે અડખે પડખે
અંદેશે વરતાય;
રાત પડે પડખાંમાં
આવી છેક ભરાય;
અલી, અટકળે ઓવારું તો હોય પથારી ખાલી;
અડધી રાતે ખડકી ખોલી ઊભી સાંકળ ઝાલી,
શેરીના સૂનકારે મુઈ સુધબુધ નીકળી હાલી.
સ્રોત
- પુસ્તક : સમન્વિત, જુન ૨૦૨૪
