prithwirani re - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પૃથવીરાણી રે

prithwirani re

સુધાંશુ સુધાંશુ
પૃથવીરાણી રે
સુધાંશુ

પૃથવીરાણી રે પરકાશ વીનવે,

સૂરજના રાજા વિનતિ સૂણો રે;

અમારું એવાતણ તેજ તવ ઝીલવે,

નહિ તારાં કિરણ વિણ કોઈ ખૂણો રે પૃથવીરાણી રે

આભ રે ઊંચેરો, હૃદયે જૂજવો,

અજરા અંબારે તવ રાજ;

પૃથવીવંતી રે હેમલ હેલને

ઉતારે કનકરાણા કાજ; પૃથવીરાણી રે

અમે રે સાંચર્યાં’તા પનઘટ કાળમાં

પાણીડાં અખંડ ભરવા, ભાણ!

ચીર રે ભરાણાં ચિરની કાંટમાં,

રોકાણોના આડા પથરા પહાણ પૃથવીરાણી રે

પૃથવીરાજલ પલવટ પાથરે :

બ્રહાંડનાં ભૂપ બાર ઉઘાડો રે;

પનઘટ આઘો ને અસૂરાં સાંચર્યાં,

મારગે પડી મનખ્યા-ધાડો રે પૃથવીરાણી રે

અમને સતીને અસતે આંતર્યાં,

વરસો પ્રચંડ દંડના કાંડ;

શૂરાને અવતારી અસુરોને આંતરો,

મનોહરી કરો માનવીની માંડ્ય પૃથવીરાણી રે

સ્રોત

  • પુસ્તક : સોહમ્ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સર્જક : દામોદર ભટ્ટ ‘સુધાંશુ’
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1960