રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસખી જો મોટા મેદાનમાં, અદ્ભુત રીતે આજ; નટડી નાચે છે.
પેખીને અચરજ પામીઓ, સૌ વિદ્વાન સમાજ, નટડી નાચે છે.
કોણ જાણે આવી ક્યાં થકી, ફરતી દેશ વિદેશ; નટડી નાચે છે.
નાટકના ભેદ ભલા ભણી, બની સ્વરૂપે બેશ; નટડી નાચે છે.
એક કીધો ખેલ ખરેખરો, વિગતે કહું તે વાત; નટડી નાચે છે.
અજાણ્યા જન માને નહિ, એવી વાત અઘાત; નટડી નાચે છે.
નિજ શરીર સંકોચન કરી, થઈ ગઈ ગોળમટોળ; નટડી નાચે છે.
મેં દીઠું તેના દેહનું, દડા પ્રમાણે ડોળ; નટડી નાચે છે.
તે ગણવંતીએ ગોઠવી, અંગ પર વસ્તુ અનેક; નટડી નાચે છે.
કોઈ ચોંટી એના અંગમાં, કોઈ તો છૂટી છેક; નટડી નાચે છે.
પશુ પક્ષી પ્રાણી બહુ ધર્યાં, સ્થાવર જંગમ જાત; નટડી નાચે છે.
કેટલાંએક છોટાં છોકરાં, મોટાં પણ પ્રખ્યાત; નટડી નાચે છે.
વળી ગાત્ર ઉપ બહુ ગોઠવ્યા, પ્યાલા પાણી ભરેલ; નટડી નાચે છે.
પછી દડાની પેઠે દડવડી, ખૂબ કર્યા ત્યાં ખેલ, નટડી નાચે છે.
પછી ઉલટસુલટ કાયા કરી, ખૂબ ગોલાંટો ખાય; નટડી નાચે છે.
પણ એક વસ્તુ અંગથી, જરીએ ખશી ન જાય; નટડી નાચે છે.
સ્થિર સ્થાપિત મોટો થાંભલો, ધરી એનો આધાર; નટડી નાચે છે.
પણ તેને સ્પર્શ કર્યા વિના, ફરતી કુંડાકાર, નટડી નાચે છે.
વળી તેથી રહી બહુ વેગળી, અધર ઉડી આકાશ; નટડી નાચે છે.
નિજ નજર ઠરાવી થાંભલે, ચકર ફરી ચોપાસ; નટડી નાચે છે.
પણ કશીએ ખસીને નવ પડે, અંગેથી ચીજ એક; નટડી નાચે છે.
પ્યાલા પાણી છલકાઈને, છોળ ન ઉડે છેક; નટડી નાચે છે.
વળી છૂટું તેનું છોકરું, ફરે તેને ચૉફેર; નટડી નાચે છે.
જન અણજાણ્યા જાણે નહિ, ખેલ કર્યો શી પેર; નટડી નાચે છે.
એ કૌતક દેખી કોઈને, મન સમજાય ન મર્મ; નટડી નાચે છે.
પણ મોણવેલ, મુજને મળી, ભાગ્યો તેથી ભર્મ, નટડી નાચે છે.
ઘન રાજા ખુશી થયો ઘણો, દીધા સરસ શણગાર; નટડી નાચે છે.
રૂડી સાડી લીલા રંગની, ઓઢાડી એ વાર; નટડી નાચે છે.
તે જોવા ખેલ ખરેખરો, સૌને ઉપજ્યો સ્વાદ; નટડી નાચે છે.
ત્યાં કવિ દલપતરામે કહ્યું, ધન્ય એનો ઉસ્તાદ, નટડી નાચે છે.
sakhi jo mota medanman, adbhut rite aaj; natDi nache chhe
pekhine achraj pamio, sau widwan samaj, natDi nache chhe
kon jane aawi kyan thaki, pharti desh widesh; natDi nache chhe
natakna bhed bhala bhani, bani swrupe besh; natDi nache chhe
ek kidho khel kharekhro, wigte kahun te wat; natDi nache chhe
ajanya jan mane nahi, ewi wat aghat; natDi nache chhe
nij sharir sankochan kari, thai gai golamtol; natDi nache chhe
mein dithun tena dehanun, daDa prmane Dol; natDi nache chhe
te ganwantiye gothwi, angpar wastu anek; natDi nache chhe
koi chonti ena angman, koi to chhuti chhek; natDi nache chhe
pashu pakshi prani bahu dharyan, sthawar jangam jat; natDi nache chhe
ketlanek chhotan chhokran, motan pan prakhyat; natDi nache chhe
wali gatr up bahu gothawya, pyala pani bharel; natDi nache chhe
pachhi daDani pethe daDawDi, khoob karya tyan khel, natDi nache chhe
pachhi ulatasulat kaya kari, khub golanto khay; natDi nache chhe
pan ek wastu angthi, jariye khashi na jay; natDi nache chhe
sthir sthapit moto thambhlo, dhari eno adhar; natDi nache chhe
pan tene sparsh karya wina, pharti kunDakar, natDi nache chhe
wali tethi rahi bahu wegli, adhar uDi akash; natDi nache chhe
nij najar tharawi thambhle, chakar phari chopas; natDi nache chhe
pan kashiye khasine naw paDe, angethi cheej ek; natDi nache chhe
pyala pani chhalkaine, chhol na uDe chhek; natDi nache chhe
wali chhutun tenun chhokarun, phare tene chaupher; natDi nache chhe
jan anjanya jane nahi, khel karyo shi per; natDi nache chhe
e kautak dekhi koine, man samjay na marm; natDi nache chhe
pan monwel, mujne mali, bhagyo tethi bharm, natDi nache chhe
ghan raja khushi thayo ghano, didha saras shangar; natDi nache chhe
ruDi saDi lila rangni, oDhaDi e war; natDi nache chhe
te jowa khel kharekhro, saune upajyo swad; natDi nache chhe
tyan kawi dalapatrame kahyun, dhanya eno ustad, natDi nache chhe

સ્રોત
- પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 84)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2008