
રાજ તમે નમણાં નેણેથી મને જોઈ
હું રે ઊભી'તી મારા મનગમતા સપનાની
રાત્યુમાં મનડાંને પ્રોઈ.
દાડો ઉગેને મારાં ફાટ ફાટ હૈયામાં
જોબનિયું હિલ્લોળા લેતું,
અચરજની શૂળ જેવું દલડે ભોંકાઈ
કૂણી અવઢવની વાચાને કે'તું.
અણદીઠાં ઓરતાંને વાખીને જાઉં ત્યાં તો મારતું ટકોરા મને કોઈ
રાજ તમે નમણાં નેણેથી મને જોઈ.
કોરી ધાકોર સાવ સુક્કી નદીમાં
ફરી ચોમાસુ આવી ઉભરાય,
લીલાં કુંજાર સાવ બેઉં કાંઠાએ
પછી લ્હેરખીની ભાત્યું ભરાય
આરસીમાં પોતાને જોવામાં મૂઈ મેં તો મદમાતી મૌસમને ખોઈ
રાજ તમે નમણા નેણેથી મને જોઈ.
raj tame namnan nenethi mane joi
hun re ubhiti mara managamta sapnani
ratyuman manDanne proi
daDo ugene maran phat phat haiyaman
jobaniyun hillola letun,
acharajni shool jewun dalDe bhonkai
kuni awaDhawni wachane ketun
andithan ortanne wakhine jaun tyan to maratun takora mane koi
raj tame namnan nenethi mane joi
kori dhakor saw sukki nadiman
phari chomasu aawi ubhray,
lilan kunjar saw beun kanthaye
pachhi lherkhini bhatyun bharay
arsiman potane jowaman mui mein to madmati mausamne khoi
raj tame namna nenethi mane joi
raj tame namnan nenethi mane joi
hun re ubhiti mara managamta sapnani
ratyuman manDanne proi
daDo ugene maran phat phat haiyaman
jobaniyun hillola letun,
acharajni shool jewun dalDe bhonkai
kuni awaDhawni wachane ketun
andithan ortanne wakhine jaun tyan to maratun takora mane koi
raj tame namnan nenethi mane joi
kori dhakor saw sukki nadiman
phari chomasu aawi ubhray,
lilan kunjar saw beun kanthaye
pachhi lherkhini bhatyun bharay
arsiman potane jowaman mui mein to madmati mausamne khoi
raj tame namna nenethi mane joi



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ