સાહ્યબાએ આલ્યું જ્યાં સોનેરી ફૂલ...
saahyabaaae aalyun jyaan sonerii phuul...

સાહ્યબાએ આલ્યું જ્યાં સોનેરી ફૂલ અને કાંટા ઊગ્યા છે મારા અં’ગમાં!
સાહ્યબાનું ફરકંતું છોગું જોયું ને જોયો
છોગાનો લાલ લાલ છાક,
છોગાની જેમ હું તો ફરકી ખોવાઈ ગઈ,
છોગાને જોતામાં ક્યાંક!
મેંદી ઘૂંટુંને હું તો ઘૂંટાઈ જાઉં છું મેંદીના લાલઘૂમ રંગમાં!
સાહ્યબાએ આલ્યું જ્યાં સોનેરી ફૂલ અને કાંટા ઊગ્યા છે મારા અંગમાં!
ઘરમાં ઘૂમું હું તોય લાગું ચગડોળમહીં,
ચગડોળે ચકરાતો જાય!
સાંભરે હજુય પેલો ઊભો ચગડોળ ત્યહીં
બોલી ઊઠી'તી હું 'હાય!'
શાણી તે સૈયરથી છૂટાં પડીને મેં તો માણ્યું મીઠું તે 'એ'ના સંગમાં!
સાહ્યબાએ આલ્યું જ્યાં સોનેરી ફૂલ અને કાંટા ઊગ્યા છે મારા અંગમાં!
સાહ્યબા સવાદિયાએ કાનમહીં કીધું કે
'મારી તું લીલી ધરાખ!'
બીડેલા હોઠ તોય આંખો બોલી કે
'સૂડા, હળવેથી એને તું ચાખ.'
સાહ્યબાની વાત ક્યાં?
કોને કહેવાય આ?—
-હું ઘેનાતી જાઉં છું મારાં તે અંગની સુગંધમાં!
સાહ્યબાએ આવ્યું જ્યાં સોનેરી ફૂલ અને કાંટા ઊગ્યા છે મારા અંગમાં!
sahybaye alyun jyan soneri phool ane kanta ugya chhe mara an’gaman!
sahybanun pharkantun chhogun joyun ne joyo
chhogano lal lal chhak,
chhogani jem hun to pharki khowai gai,
chhogane jotaman kyank!
mendi ghuntunne hun to ghuntai jaun chhun meindina lalghum rangman!
sahybaye alyun jyan soneri phool ane kanta ugya chhe mara angman!
gharman ghumun hun toy lagun chagDolamhin,
chagDole chakrato jay!
sambhre hajuy pelo ubho chagDol tyheen
boli uthiti hun hay!
shani te saiyarthi chhutan paDine mein to manyun mithun te ena sangman!
sahybaye alyun jyan soneri phool ane kanta ugya chhe mara angman!
sahyba sawadiyaye kanamhin kidhun ke
mari tun lili dharakh!
biDela hoth toy ankho boli ke
suDa, halwethi ene tun chaakh
sahybani wat kyan?
kone kaheway aa?—
hun ghenati jaun chhun maran te angni sugandhman!
sahybaye awyun jyan soneri phool ane kanta ugya chhe mara angman!

સ્રોત
- પુસ્તક : ભમ્મરિયું મધ (પૃષ્ઠ ક્રમાંક 6)
- સર્જક : જિતેન્દ્ર કા. વ્યાસ
- વર્ષ : 1982