રોષ!
rosh!
તેં વાત કરી તારી સહિયરને તારી મોટી ભૂલ છે!
મેં એવું ક્યારે કહ્યું તને? તું કેસુડાનું ફૂલ છે!
ગઈ રાતે ચૂપચાપ, આગિયા ભરી કાચની પેટીથી
મેં કાગળ તારો વાંચ્યો,
સાત વખત મુખપાઠ કરી, પોટારો કોલી હળવેથી
મેં ગડી કરીને રાખ્યો,
મેં કહ્યું કોઈને? તેં લખ્યું : હું બગલી તું મેહૂલ છે!
તેં વાત કરી તારી સહિયરને તારી મોટી ભૂલ છે!
મેળામાં જાવાનું, પોટો પડાવવાનું, ચકડોળે ચડવાનું
જે કંઈ વચન હતું તે ફોક,
પર્વત પરથી ધસી આવતી શીલા જેવો ગુસ્સે છું
તું રાણક હો તો રોક!
હવે બોલવું, હળવું-મળવું, સઘળી વાત ફિઝૂલ છે!
તેં વાત કરી તારી સહિયરને તારી મોટી ભૂલ છે!
મેં એવું ક્યારે કહ્યું તને તું? કેસુડાનું ફૂલ છે!
ten wat kari tari sahiyarne tari moti bhool chhe!
mein ewun kyare kahyun tane? tun kesuDanun phool chhe!
gai rate chupchap, agiya bhari kachni petithi
mein kagal taro wanchyo,
sat wakhat mukhpath kari, potaro koli halwethi
mein gaDi karine rakhyo,
mein kahyun koine? ten lakhyun ha hun bagli tun mehul chhe!

melaman jawanun, poto paDawwanun, chakDole chaDwanun
je kani wachan hatun te phok,
parwat parthi dhasi awati shila jewo gusse chhun
tun ranak ho to rok!
hwe bolawun, halwun malawun, saghli wat phijhul chhe!

mein ewun kyare kahyun tane tun? kesuDanun phool chhe!

સ્રોત
- પુસ્તક : અગિયારમી દિશા (પૃષ્ઠ ક્રમાંક 23)
- સર્જક : વીરુ પુરોહિત
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2000