તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું! તારી.
તારા પગનું પગરખું ચમચમતું રે,
અને અંગનું અંગરખું તમતમતું રે,
મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા, તને અમતું! તારી.
પારકો જાણીને તને ઝાઝું શું બોલવું?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું?
તને છેટો ભાળીને મન ભમતું રે!
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું! તારી.
હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી :
લીંબુની ફાડ જેવી આંખડિયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી,
તારા રૂપનું તે ફૂલ મઘમઘતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા તને અમથું! તારી.
કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું,
કે એક મને ગમતો આભનો ચાંદલો ને બીજો ગમતો તું!
ઘરમાં, ખેતરમાં કે ધરતીના થરમાં,
તારા સપનામાં મન મારું રમતું રે,
મને ગમતું રે,
આ તો કહું રે પાતળિયા, તને અમથું. તારી.
tari banki re paghalDinun phumatun re, mane gamatun re,
a to kahun chhun re pataliya, tane amthun! tari
tara paganun pagarakhun chamachamatun re,
ane anganun angarakhun tamatamatun re,
mane gamatun re, aa to kahun chhun re pataliya, tane amtun! tari
parko janine tane jhajhun shun bolwun?
ne anjanyo jani tane man shun kholwun?
tane chheto bhaline man bhamatun re!
a to kahun chhun re pataliya, tane amthun! tari
hathman jhali Dang kaDiyali,
hariyalo Dungro aawto re hali ha
limbuni phaD jewi ankhaDiyun bhali,
sharam mukine toye thaun sharmali,
tara rupanun te phool maghamaghatun re, mane gamatun re,
a to kahun chhun re pataliya tane amthun! tari
kon jane kem mara manni bhitarman ewun te bharayun shun,
ke ek mane gamto abhno chandlo ne bijo gamto tun!
gharman, khetarman ke dhartina tharman,
tara sapnaman man marun ramatun re,
mane gamatun re,
a to kahun re pataliya, tane amathun tari

સ્રોત
- પુસ્તક : કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો (પૃષ્ઠ ક્રમાંક 176)
- સંપાદક : અંકિત ત્રિવેદી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2006