prem tanii aangaliiae valgii niikalyo chhun jag-mele - Geet | RekhtaGujarati

પ્રેમ તણી આંગળીએ વળગી નીકળ્યો છું જગ-મેળે

prem tanii aangaliiae valgii niikalyo chhun jag-mele

ઉશનસ્ ઉશનસ્
પ્રેમ તણી આંગળીએ વળગી નીકળ્યો છું જગ-મેળે
ઉશનસ્

પ્રેમ તણી આંગળીએ વળગી નીકળ્યો છું જગ-મેળે,

વ્હાલપથી એ રહ્યો ફેરવી અહીંત્યહીં ને ચોમેરે.

ઘેર મૂકી આવ્યો છું ચિંતા,

જઈશું જવાય ત્યારે;

એની હમણાં વાત વળી શી

ઓચ્છવમાં અત્યારે?

રાત પડ્યે એ જાતે મુજને મૂકી જશે નહીં ઘેરે?

— પ્રેમ તણી૦

પ્રેમ તણી આંગળી આ આવી

મળી છે કે ફરી મળશે,

હું તો અબ અહીં અઠે દ્વારકાં;

પુલકિત અંગુલિ સ્પરશે;

વ્હાલ હશે તો તેડી જશે એ, નહીં તો આય ન એળે.

— પ્રેમ તણી૦

સ્રોત

  • પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 592)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996