Mele Madyo Ke Nahi - Geet | RekhtaGujarati

મેળે મળ્યો કે નહિ

Mele Madyo Ke Nahi

ગભરુ ભડિયાદરા ગભરુ ભડિયાદરા
મેળે મળ્યો કે નહિ
ગભરુ ભડિયાદરા

અલી, તારો છેલ છટ્ટાક કે - મેળે મળ્યો કે નહિ?

અલી, તારો ફૂલ ફટ્ટાક કે - મેળે મળ્યો કે નહિ?

અલી, તારો સાગનો સોટો - મેળે મળ્યો કે નહિ?

અલી, તારો જીવનો જોટો - મેળે મળ્યો કે નહિ?

અલી, તારો રૂપનો રેલો - મેળે મળ્યો કે નહિ?

અલી, તારો હયાનો હેલો - મેળે મળ્યો કે નહિ?

અલી, તારો ફાગણિયો ફાલ - મેળે મળ્યો કે નહિ?

અલી, તારો વેગીલો વા'લ - મેળે મળ્યો કે નહિ?

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ