mara sharir wishena wagha - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારા શરીર વિશેના વાઘા

mara sharir wishena wagha

વિનોદ ગાંધી વિનોદ ગાંધી
મારા શરીર વિશેના વાઘા
વિનોદ ગાંધી

મારા શરીર વિશેના વાઘા,

નિર્મળ લાગે ખીંટી પર ને પહેર્યે ડાઘા ડાઘા.

અપારદર્શક હોય એટલે

ક્ષેમકુશળ અંદરનું !

બંધ બારણે કળાય ક્યાંથી

સખળડખળ જે ઘરનું!

અતિ છીતાયું પોત-અડકતાં, અઢળક અઢળક ગાભા!

ઉતારવાથી એબ જશે ને

પહેરવાથી સાચ,

બેઉ સ્થિતિમાં, જોનારાને

નજરે પડશે ખાંચ,

જોનારાને જાણ થશે તો રહેશે આઘા આઘા!

સ્રોત

  • પુસ્તક : પરસ્પર (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, રાજેન્દ્ર પટેલ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2004