રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોખડકી ઉઘાડી હું તો અમથી ઊભી'તી
મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...
પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;
આમ તેમ જોતી હું તો અમથી ઊભી’તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં....
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી ને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યાં અણસાર;
સાન ભાન ભૂલી હું તો અમથી ઊભી’તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં...
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઇ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી
સાવ નોંધારી થઈને ભણકારમાં...
ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકશ;
રૂમઝૂમ થાતી હું તો આમથી ઊભી’તી
હવે અમથી ઊભી'તી એંકારમાં.....
હજી અડધે ઊભી'તી એંકારમાં….
મુંને ઉંબર લઈ ચાલ્યો....
khaDki ughaDi hun to amthi ubhiti
munne umbar lai chalyo bajarman
phelli dukane ek tamboli betho, tamboli khawDawe pan,
kesarno katho wali chandnino chuno, upar umere tophan;
am tem joti hun to amthi ubhi’ti
lal chhanto uDyo re shangarman
biji dukane ek waniDo betho, waniDo jokhe wahewar,
jhatt dai toli ne ankhyunna trajwe, latkaman tolyan ansar;
san bhan bhuli hun to amthi ubhi’ti
dai paDchhaye teko sunkarman
triji dukane ek pinjaro betho, pinjaro siwe rajai,
bakhiye awine ek bethun patangiyun, suyaman wagi sharnai;
namtham chhoDi hun to amthi ubhi’ti
saw nondhari thaine bhankarman
chothi dukane ek rangaro betho, rangare gholya ajwas,
suraj watine ene orya re samta, uparthi reDyun akash;
rumjhum thati hun to amthi ubhi’ti
hwe amthi ubhiti enkarman
haji aDdhe ubhiti enkarman…
munne umbar lai chalyo

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 422)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004