jyoti abhni - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જ્યોતિ આભની

jyoti abhni

પ્રજારામ રાવળ પ્રજારામ રાવળ
જ્યોતિ આભની
પ્રજારામ રાવળ

આવો રે આવો જ્યોતિ આભની!

રે કાયા કેરી દીવીમાં

મારા પ્રાણની દિવેટ;

સીધી ઊભી ઊંચા મસ્તકે

સીંચી હૈયાને હેત! આવો રેo

આવો અજવાળાં ઊંચાં ગેબનાં,

મારો પોકારે અંધાર!

મીઠું રે મલકતી, તેજલ ઝાળથી,

શિરને સ્પરશો પલવાર! આવો રેo

અંધને આધાર ન્હોયે અંધનો;

આવો અંધના આધાર,

ભાંગો ભીડેલી વજ્જર ભોગળો,

અંજવાળાં કરો કે ઝોકાર! આવો રેo

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 334)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007