રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપૂછતી નહીં કેટલો પાગલ... કેટલો પાગલ
આભમાં જોને કેટલાં વાદળ... એટલો પાગલ...
ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને તારું નામ દીધું છે.
ભમરા તને ગુંજ્યા કરેઃ ગુંજવાનું મેં કામ દીધું છે.
જળને તારું નામ દઈ ઢંઢોળી લેતો.
ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો.
નદી તારા નામની વહે : એ જ નદીનું જળ પીધું છે.
આપણા પ્રેમની : સુખની દુખની વાત કરું છું શબ્દો આગળ.
પૂછતી નહીં કેટલો પાગલ... કેટલો પાગલ...
પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો : રાતના ઊગ્યા તારા.
દિવસ અને રાત તો તારા નામના છે વણજારા.
ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે.
ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે.
સાગર, ખડક, પવન, સડક, ઝૂંપડી, મકાન...સૌને તારું નામ કીધું છે.
નામ તો તારું ગીતને માટે સાવ કુંવારો કોરો કાગળ...
પૂછતી નહીં કેટલો પાગલ... કેટલો પાગલ...
puchhti nahin ketlo pagal ketlo pagal
abhman jone ketlan wadal etlo pagal
jhaDanun nanun gam wasawyun ne phulne tarun nam didhun chhe
bhamra tane gunjya kare gunjwanun mein kaam didhun chhe
jalne tarun nam dai DhanDholi leto
khowai gayela namne mara kholi leto
nadi tara namni wahe ha e ja nadinun jal pidhun chhe
apna premni ha sukhni dukhni wat karun chhun shabdo aagal
puchhti nahin ketlo pagal ketlo pagal
phaDni upar suraj ugyo ha ratna ugya tara
diwas ane raat to tara namna chhe wanjara
dhartimanthi namnan tara tarnan phute
jharnan tara namne jhina layman ghunte
sagar, khaDak, pawan, saDak, jhumpDi, makan saune tarun nam kidhun chhe
nam to tarun gitne mate saw kunwaro koro kagal

સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 65)
- સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 1989