poDhanapnota - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પોઢણપનોતા

poDhanapnota

હીરાબેન પાઠક હીરાબેન પાઠક
પોઢણપનોતા
હીરાબેન પાઠક

રે ઘટઘટ વાસ વસંતા

પ્રભુ! જાગો પોઢણપનોતા

મુજ જંતર વાજંતાં. - પ્રભુ! જાગો.

બ્રાહ્મમુહૂર્તને મંગલ પ્રહરે,

ઘંટારવની ગહરી લહરે,

આતમ સાધે સુરતા પ્રભુ! જાગો.

નોબત ગાજે ઝાલરું બાજે,

આરતી લળીલળી નાચે,

મંગલ સાજ સુહાતા. પ્રભુ! જાગો.

દૂરદૂર દરિયાવતણાં જલ,

બંદીજનની જાણે બિરદાવલ!

ઊમટી ઊલટભર ગાતા પ્રભુ! જાગો.

જાગી પ્રભુ, સામું મુજ જોજો

ભવભવની આરત મીટવજો,

લોચન આંસું લ્હોતાં પ્રભુ! જાગો.

અપૂરવ સૂર અતલને તાગે,

અંતરનું જંતર એમ વાગે,

દ્યો વરદાન, વિધાતા! પ્રભુ! જાગો.

પ્રભુ જાગો પોઢણપનોતા,

મુજ વ્હાલા પ્રભુ!

જાગો પોઢણપનોતા.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004