jugajugna jiwan - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જુગજુગના જીવણ

jugajugna jiwan

રઘુવીર ચૌધરી રઘુવીર ચૌધરી
જુગજુગના જીવણ
રઘુવીર ચૌધરી

આમ રે જુઓ તો અમી થાય!

જુગજુગના જીવણ

અમને જુઓ તો વાણું વાય!

આભલે તરાપો વાલા તારે મઢ્યો ને આંહી

ઝરમરતાં જળ ના ઝિલ્યાં જાય,

મધદરિયે વહાણ ઊભાં વાટ્યો જુએ ને આંહી—

પળને મોજે ના ભરતી માય.

એક રે છાલકમાં અમી થાય

જુગજુગના જીવણ

ભીંજવો જરા તો વાણું વાય!

મોતી ના માગું થોડું અજવાળું માગું વાલા

છીપનીયે બ્હાર નજર જાય!

એમ તો ભલે ને આઘા ઊભા રહો ને વાલા

ભણકારા પાસે સંભળાય!

એક રે સાદે તો અમી થાય

જુગજુગના જીવણ

અમને બોલાવ્યે વાણું વાય.

(૧૯૮૨)

સ્રોત

  • પુસ્તક : વહેતાં વૃક્ષ પવનમાં (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : રઘુવીર ચૌધરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 1984