રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજીવન અંજલિ થાજો,
મારું જીવન અંજલિ થાજો!
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુખિયાનાં આંસુ લ્હો'તાં અંતર કદી ન ધરાજો!
મારું જીવન અંજલિ થાજો!
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!
મારું જીવન અંજલિ થાજો!
વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો!
મારું જીવન અંજલિ થાજો!
વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!
મારું જીવન અંજલિ થાજો!
jiwan anjali thajo,
marun jiwan anjali thajo!
bhukhyan kaje bhojan banjo, tarasyannun jal thajo;
dinadukhiyanan aansu lhotan antar kadi na dharajo!
marun jiwan anjali thajo!
satni kantali keDi par pushp bani pathrajo;
jher jagatnan jirwi jirwi amrit urnan pajo!
marun jiwan anjali thajo!
wanthakya charno mara nit tari samipe dhajo;
haiyana pratyek spandne tarun nam ratajo!
marun jiwan anjali thajo!
wamloni wachche naiya muj halakDolak thajo;
shraddha kero dipak maro naw kadiye olwajo!

સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 85)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2007