ek ja de – - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક જ દે –

ek ja de –

હરિહર ભટ્ટ હરિહર ભટ્ટ
એક જ દે –
હરિહર ભટ્ટ

એક દે ચિનગારી, મહાનલ!

એક દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં

ખરચી જિંદગી સારી;

જામગરીમાં તણખો પડ્યો,

ફળી મહેનત મારી,

મહાનલ એક દે ચિનગારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,

સળગી આભ-અટારી;

ના સળગી એક સગડી મારી

વાત વિપતની ભારી,

મહાનલ એક દે ચિનગારી

ઠંડીમાં મુજ કાયા થથરે,

ખૂટી ધીરજ મારી;

વિશ્વાનલ! હું અધિક માગું

માગું એક ચિનગારી,

મહાનલ એક દે ચિનગારી.

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021