pranno ghaDnaro - Geet | RekhtaGujarati

પ્રાણનો ઘડનારો

pranno ghaDnaro

સુધાંશુ સુધાંશુ
પ્રાણનો ઘડનારો
સુધાંશુ

માર રે ખાઈને મંગલ જીવવાં જી રે,

મંગલમાં માયલો ખરાનો જી!

અણઘડ ખાયે રે ઘણની પ્રાછટો રે,

આવે તયેં આકારનો ઘરાનો જી!

મારમાંહી ભેદ તો ભરાણો જી!

જીવતર મંડાણાં આતમ-એરણે જી રે,

ખુવારીના ઢાળમાં ઢલાવું જી!

અનંત ઘાવોની વહોરી વેદના રે,

આખરના ખરામાં ખરાવું જી!

જડીઆના કસબે જડાવું જી!

પરવા નથી રે ઘણના મારની જી રે,

ઘોળ્યા મારા ઘટડ–ભંગારો જી!

ઘાટ રે ઘડાઓ અસલી ભાતનો રે,

સોહે જેથી સજનના શૃંગારો જી!

ઘણ મારો પ્રાણનો ઘડનારો જી!

સ્રોત

  • પુસ્તક : સોહમ્ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : દામોદર ભટ્ટ ‘સુધાંશુ’
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1960