રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆ વગડો શો વરણાગી છે!
શતવિધ એની શોભા કેરી લગની મુજને લાગી છે,
આ વગડો શો વરણાગી છે!
આવળ, બાવળ, ખીજડા, હરમા દેખી મનડું મોહ્યું છે,
ધૂળ અને ઢેકાંની પ્રીતે હૈયું હરખી રોયું છે,
અવનીપટના અણુ અણુ સંગે ઉર મારું અનુરાગી છે.
આ વગડો શો વરણાગી છે!
તરણાંની કાયાના રંગો, ફૂલો પણ મેં દીઠાં છે,
વન વનનાં પંખીનાં ગીતો માણ્યાં કેવાં મીઠાં છે!
સુંદરનાં દર્શનને કાજે, આતુરતા નિત જાગી છે.
આ વગડો શો વરણાગી છે!
પાનખરે સૂના વગડામાં ઉર મારું ભીંજાયું છે,
વંટોળે વાયુની મીઠી વહાલપમાં વીંઝાયું છે,
વગડામાં વસ્તી દેખીને, વસ્તીને મેં ત્યાગી છે.
આ વગડો શો વરણાગી છે!
aa wagDo sho warnagi chhe!
shatwidh eni shobha keri lagni mujne lagi chhe,
a wagDo sho warnagi chhe!
awal, bawal, khijDa, harma dekhi manaDun mohyun chhe,
dhool ane Dhekanni prite haiyun harkhi royun chhe,
awnipatna anu anu sange ur marun anuragi chhe
a wagDo sho warnagi chhe!
tarnanni kayana rango, phulo pan mein dithan chhe,
wan wannan pankhinan gito manyan kewan mithan chhe!
sundarnan darshanne kaje, aturta nit jagi chhe
a wagDo sho warnagi chhe!
panakhre suna wagDaman ur marun bhinjayun chhe,
wantole wayuni mithi wahalapman winjhayun chhe,
wagDaman wasti dekhine, wastine mein tyagi chhe

સ્રોત
- પુસ્તક : ઝૂલ ઝાલાવાડ ઝૂલ (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : ડૉ. રમણીકલાલ મારુ, રમેશ આચાર્ય
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2016