champo mhoriyo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચાંપો મ્હોરિયો

champo mhoriyo

સુંદરજી બેટાઈ સુંદરજી બેટાઈ
ચાંપો મ્હોરિયો
સુંદરજી બેટાઈ

મેઘતણી વાડીમાં વીજલ-વેલ;

મારી રે વાડીમાં ચાંપો મ્હોરિયો!

છલકાતી છંટાતી આભલ-હેલ;

છાંટે રે છંટાતો ચાંપો મ્હોરિયો!

આભે રે અંકાઈ સેાનલ-સેર; પ

મારી રે વાડીમાં ચાંપો મ્હોરિયો!

છો આભે સોનેરી ઝાકઝમેર;

મારી તા વાડીમાં ચાંપો મ્હોરિયો!

આભતણા આઘેરા સોનલ-મેર;

મારે તો મન્દિરિયે ચાંપો મ્હોરિયો! ૧૦

આઘાં સેાનાંમાં ગન્ધ સેર;

મારે તો સોનેરી ચાંપો મ્હોરિયો!

(ર૪ : : ૪૯)

સ્રોત

  • પુસ્તક : વિશેષાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સર્જક : સુંદરજી ગો. બેટાઈ
  • પ્રકાશક : આર. આર. શેઠ કંપની
  • વર્ષ : 1952