બેઠા તે ઘાટનું મકાન હતું ગામમાં ને દૂર સીમે નાની તળાવડી
એવું પણ ધારવાના દિવસો ઝૂંટવાઈ ગયા : હોય ખીલે એક ગીર-ગાવડી.
ભેળા રે'વાનું સુખ કોને કહેવાય?-
વાત માંડું તો કોઈ ના સાંભળે
સાંભળે ના લગરીકે એટલું કહું કે
ઘી-ની સોડમ સચવાઈ છે આંગળે
મે'માનું આવવાના વાવડ દેતીક હસી ઊઠે ઈ ચૂલાની તાવડી-
ઝાંખી આ આંખથી હું ચોખ્ખુંચટ ભાળું છું
ફળિયાનાં મેલખાયાં રુસણાં
આઘેથી ડેલીમાં જોઈ દેર-દેરાણી
ઓછાં ઓછાં રે થાય દુઃખણાં
દૂધભર્યા તાંસળામાં આંગળી ઝબોળીને મીઠપને ઘોળે છે માવડી-
રસ્તો તો ઠીક, અહીં આવડા આ શહેરની
ભીડ વચ્ચે બે પગ ક્યાં મૂકું?
દખણાદા ખેતરને લીલુંછમ જોઉં છું
હોય ભલે વૈશાખે સૂકું
એવામાં નાનકડી લહેરખી જ્યાં અડકી તો થૈ ગઈ રે એ જ પાવનપાવડી-
betha te ghatanun makan hatun gamman ne door sime nani talawDi
ewun pan dharwana diwso jhuntwai gaya ha hoy khile ek geer gawDi
bhela rewanun sukh kone kaheway?
wat manDun to koi na sambhle
sambhle na lagrike etalun kahun ke
ghi ni soDam sachwai chhe angle
maemanun awwana wawaD detik hasi uthe i chulani tawDi
jhankhi aa ankhthi hun chokhkhunchat bhalun chhun
phaliyanan melkhayan rusnan
aghethi Deliman joi der derani
ochhan ochhan re thay dukhanan
dudhbharya tanslaman angli jhaboline mithapne ghole chhe mawDi
rasto to theek, ahin aawDa aa shaherni
bheeD wachche be pag kyan mukun?
dakhnada khetarne lilunchham joun chhun
hoy bhale waishakhe sukun
ewaman nanakDi laherkhi jyan aDki to thai gai re e ja pawanpawDi

સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : નવેમ્બર ૨૦૨૩ (પૃષ્ઠ ક્રમાંક 100)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન