રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમાધવ, વળતા આજ્યો હો!
એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો!
રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર,
મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો!
અમને રૂપ હૃદય એક વસિયું ગમાર ક્યો તો સહેશુ,
માખણ ચેારી, નાચણ પગલે નેણુ લગાજ્યો હો!
રોકી કોણ શકે તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે
જોશું વાટ, અમારા વાવડ કદી પુછાજ્યો હો!
madhaw, walta aajyo ho!
ek war prabhu khabar amari leta jajyo ho!
rajamugat pahero ke mota karo dhanushtankar,
morpichchh dhari jamnakanthe wenu wajyo ho!
amne roop hriday ek wasiyun gamar kyo to saheshu,
makhan cheari, nachan pagle nenu lagajyo ho!
roki kon shake tamne prabhu, rakhi pran parane
joshun wat, amara wawaD kadi puchhajyo ho!

સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1989