hari, awone! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હરિ, આવોને!

hari, awone!

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
હરિ, આવોને!
સ્નેહરશ્મિ

ડગમગ ધરતી ડોલતી, હરિ, આવોને!

જગ ખાતું મોત-પછાડ! હરિ, વે'લા આવોને!

ના માનવી માનવી કો રહે, હરિ, આવોને!

ઉર આડી વિષ-વાડ, હરિ, વે'લા આવોને!

શોણિતે સરિતા ઊછળે, હરિ, આવોને!

કાંઈ ખંડો ડૂબ્યા જાય, હરિ, વે'લા આવોને!

વેરની ચોગમ આંધીઓ, હરિ, આવોને!

રે જળથળનભ ઘેરાય, હરિ, વે'લા આવોને!

ઓથાર-ચાંપ્યા અન્તરે, હરિ, આવોને!

કંઈ વાતા મંજુલ સૂર, હરિ, વે'લા આવોને!

પ્રભુહીણા જગનેણલે હરિ, આવોને!

ગીતામૃતને પૂર, હરિ, વે'લા આવોને!

કરમાતી ઉર-કુંજમાં હરિ, આવોને!

તે બુદ્ધને નમણે નેણ, હરિ, વે'લા આવોને!

હવે વરસી શાન્તિની ઝડી, હરિ, આવોને!

હો ઈશુને અમૃત-વેણ, હરિ, વે'લા આવોને!

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 186)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984