પ્રભુ, રૂનાં પૂમડાનું દીધું આયખું
prabhu, ruunun puumdaanun diidhun aaykhun
સંદીપ ભાટિયા
Sandip Bhatiya
પ્રભુ, રૂનાં પૂમડાનું દીધું આયખું
prabhu, ruunun puumdaanun diidhun aaykhun
સંદીપ ભાટિયા
Sandip Bhatiya
સંદીપ ભાટિયા
Sandip Bhatiya
પ્રભુ, રૂનાં પૂમડાનું દીધું આયખું
હવે પાણી થઈને કે તણખો થઈને કે અત્તર થઈને
તને આવવું હોય એમ આવ તું
મારે તાંતણે તાંતણે તેં સીંચી તરસ
હવે ચૈતરનો તડકો થઈને ના વરસ
સદીઓથી મૌન મારી ઝંખનામાં ભળ, મને ભેટ,
આમ આઘેઆઘેથી ન બોલાવ તું
મને પીંજ, મને કાંત, મને તારતાર કર
મારાં જીંડવાપણાનો સ્વામી સ્વીકાર કર
પંખીની જેમ મને ચાંચમાં તું લે, તારા માળામાં ગોઠવ,
ન વાયરાની સંગે વહાવ તું
સ્રોત
- પુસ્તક : કવિતા : જાન્યુઆરી ફેબ્રુઆરી, ૨૦૨૬
- સંપાદક : રમેશ પુરોહિત
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
