પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું
prabhu main orem kiyo nav jaanun
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.
ઊંચે મહલ બસૈ તું નિરંતર,
બગિયન બિચ મુજ રહના,
ફૂલફૂલ ગુંજન ઊઠૈ મધુર સુનિ
મન સુખ પાવત ગહના.
મૈં અવર શબદ નવ માનું,
પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.
તું નીચૈ કાહે નહિ આવે,
એકલ રહૈ ઉદાસી?
રૂપ, રંગ, સુરભિ સહ ખેલેં
મિલ કર દોય વિલાસી,
મૈં ઓસબિન્દુ, તુમ ભાનુ;
પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.
જલ જલ સો કાલિન્દી, દ્રુમ દ્રુમ
કદંબ હૈ મન મોરે;
કુંજ ભલી વ્રજકી તુમ બિન,
વૈકુંઠ નહીં સહ તોરે.
મૈં ચડું ન પરબત-સાનુ,
પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.
સ્રોત
- પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી - માર્ચ ૨૦૧૦ (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
