Retiyo 2 jo - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

(રાગ સોરઠ)

ઘરમા રહી રોળાગણ કાંતે રૂડો રેંટુડો રે;

ક્ષણુ ક્ષણુ કાંતે કાંતે રૂડો રેંટુડો રે. ટેક

તોરાણઆમાં ત્રાંક ત્રવેણી, સુષુમણા શશી સુર સાથે;

ગુણ ગ્રહી એમ લાભ ઘણેરો, ગ્રહી મન માકડલી હાથે. ઘરo

પાંચ તત્વની પ્રોઢ પાટલી, દશે દામણે દોરી;

અચળ માંચી સુરતા સોહાગણ, બેઠી ગુણનીધિ ગોરી. ઘરo

મુળકુંડળની માળ મનોહર, શબ્દ સનેહે ઊંજે;

લોભ મોહનો લોટ પૂર્યો, જુગત ઘણેથી ઝુઝે. ઘરo

સુતર સકળ સીદ્ધી સાંપડતાં, ઉણી આંટી વાળી;

નભૂસખી મૂલ ઘણેરૂં આવે, હરિજન હરખે ભાળી. ઘરo

સ્રોત

  • પુસ્તક : નભૂવાણી (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સર્જક : નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી
  • પ્રકાશક : ભટ્ટ નરભેરામ પ્રાણશંકર ગોગા
  • વર્ષ : 1903