pela maghamaghta mograne - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પેલા મઘમઘતા મોગરાને

pela maghamaghta mograne

નંદકુમાર પાઠક નંદકુમાર પાઠક
પેલા મઘમઘતા મોગરાને
નંદકુમાર પાઠક

પેલા મઘમતા મોગરાને કહી દો કે

આજ મારી વેણીની મ્હેક છલકાય હો

પેલી ટહુકન્તી કોયલને કહી દો કે

આજ મારા હૈયામાં સૂર ના સમાય હો

પેલા મઘમઘતા મોગરાનેo

આથમણાં અજવાળાં કેસૂડો રંગતો

ફરતો ફુવારો આંગણિયે ઊડતો;

જરા સન્ધ્યાને સમજાવી કહી દો કે

આજ મારે અંગ અંગ રંગો રેલાય કો

પેલા મઘમઘતા મોગરાનેo

રૂપનો રાજવી આકાશે લ્હેરતો;

વનમાળી વ્હાલનો વ્હાલપને વેરતો;

પેલી રાજવણ રજનીને કહી દો કે

આજ એના ઘૂંઘટાનો ઘેર લજવાય હો

પેલા મઘમઘતા મોગરાનેo

મળતા બે આતમના અમુલખ ટાણે,

સોહે છે શત શત કૈં પૂનમ રે પ્રાણે;

આજ વહેતા કાળને કહી દો કે

આજ મારી મ્હોરેલી મંગલતા ગાય હો.

પેલા મઘમઘતા મોગરાનેo

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008