વિમલ રજત ભાસે, પૂર્ણ કરી નીલાકાશે;
ચદ્રમાં આરતિ કરે, સહસ્ર કિરણે તે સત્ય સનાતનને૦
અગણ્ય તારકાવલી, ચતુર્દિશ રહે ઉજ્જવલી;
મંગલ કનકદીપ ગગને ગગને, તે સત્ય૦ વિમલ૦ 1
પુષ્પનો સુરભિ શ્વાસ, ઉઠે છે ધૂપનો વાસ;
કાનન કુસુમભાર, અર્પે છે ચરણે; તે સત્ય૦ વિમલ૦ 2
પર્વતકંદરે જઈ, શુભ શંખ બજાવી;
પવન પૂજે તેને, ચામરવ્યજને. તે સત્ય૦ વિમલ૦ 3
અમૃતના અધિકારી, અમે સહુ નરનારી;
અમે આરતિ કરિયે, પ્રકૃતિની સાથે. તે સત્ય૦ વિમલ૦ 4
જ્ઞાનનો પ્રદીપ જ્વાલી, પ્રેમની સુવાસ ઢાળી;
શતકંઠે કરૂં ગાન સુમધુરતાને, તે સત્ય૦ વિમલ૦ 5
wimal rajat bhase, poorn kari nilakashe;
chadrman arati kare, sahasr kirne te satya sanatanne0
aganya tarkawli, chaturdish rahe ujjawli;
mangal kanakdip gagne gagne, te satya0 wimal0 1
pushpno surbhi shwas, uthe chhe dhupno was;
kanan kusumbhar, arpe chhe charne; te satya0 wimal0 2
parwatkandre jai, shubh shankh bajawi;
pawan puje tene, chamrawyajne te satya0 wimal0 3
amritna adhikari, ame sahu narnari;
ame arati kariye, prakritini sathe te satya0 wimal0 4
gyanno pradip jwali, premni suwas Dhali;
shatkanthe karun gan sumadhurtane, te satya0 wimal0 5

સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય-2 (પૃષ્ઠ ક્રમાંક 92)
- સંપાદક : ધીરુભાઈ ઠાકર, વ્રજલાલ દવે
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1980