phoram - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફૂલ તો એની

ફોરમ ઢાળી રાજી.

વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,

ફૂલ તો એનું કાંઈ જાણે,

ભમરા પૂછે ભેદ તો લળી

મૂગું મરતુ લાજી; ફૂલ.

એક ખૂણે આયખુ નાનું,

કેવું વીતી જાય મજાનું!

કોઈનું નહીં ફરિયાદી ને

કોઈનું નહીં કાજી; ફૂલ.

એના નિજના રંગમાં રાતું,

ખુશ્બુભર્યું એકલું ખાતું,

મસળી નાખે કોઈ તો સામે

મહેક દે તાજી તાજી! ફૂલ.

ફૂલ તો એની

ફોરમ ઢાળી રાજી.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 125)
  • સર્જક : મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973