jhalmal jhalmal nadijal lahri - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝલમલ ઝલમલ નદીજલ લહરી

jhalmal jhalmal nadijal lahri

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
ઝલમલ ઝલમલ નદીજલ લહરી
રાજેન્દ્ર શાહ

ઝલમલ ઝલમલ નદીજલ લહરી, પવન વહે પણ મલમલ;

પૂરવ ગગનને અરુણ કિરણ મૃદુ વિકસત રક્ત કમલદલ.

મધુ પરિમલ રત અલિગણ ગુંજે,

મુકુલિત કલરવ નિખિલ નિકુંજે;

કહીં, પ્રિય!

કહીં તુમ નિવસત? નયનન વિકલ ભમે મુજ થલથલ.

ઝલમલ ઝલમલ નદીજલ લહેરી, પવન વહે પણ મલમલ.

અકુલ ગગન લગ અગનસીમ, અવલુપ્ત શીતલ પથછાયા,

તરસત હૃદય લુભાવત ખલ છલનામય મૃગજલ માયા,

અલસ સમીર, કિસલય કંપે,

કૂજનરવહીન ખગ નીડ અંકે;

કહીં પ્રિય!

કહીં તુમ નિવસત? રે મુજભ્ર મણકલાન્ત દૃગકાયા,

અકુલ ગગન લગ અગનસીમ, અવલુપ્ત શીતલ પથછાયા.

અતલ તિમિર, તંદ્રિત નભતારલદ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ,

શૂન્ય રજની ત્રમત્રમ ઉરવીંધત મૂર્છિત સ્વપ્ન સુકોમલ,

દલદલ કુસુમ ઝરે અવની પર,

પરિમલમય દિગદિગન્ત અંબર;

કહીં, પ્રિય!

કહીં તુમ નિવસત? નયનન શિશિર સલિલસર છલછલ.

અતલ તિમિર, તંદ્રિત નભતારલદ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ.

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય - કવિતા (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : મફત ઓઝા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1984