
કાંખમાં ઘાલી છોકરું માથે પોટકું હાલી પીર.
(પગથી ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે
જેમ કે ઊડે આભમાં કાબર-કીર)
મરને માથાબંધણું મેલુંદાટ જોઈ સંભારતો
વાવડ પૂછતો મારા ગામના : મારે શું?
જીવ ટાઢોબોળ રાખશું ભરત ભરશું
આઠે પૉર હિલોળા હીંચકો અને હું
મારી બલારાત વેઠે ઉજાગરા, વેઠે વ્રત વેઠે અપવાસ
નીતારે આંખ્યને નેવે નીર.
આંય તો મીઠી માવડી ખીલે ગાવડી
સખિસૈયરું હશે ભાઈ અને ભેજાઈ
ન્યાં સૂનાં–અણોસરાં તોરણ–તકતા
ભીંત્યું અડવી, ઝાંખાં ઓરડા ને અભડાઈ
હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા
સાવ કોરી ધાકોર નદીને નીર.
kankhman ghali chhokarun mathe potakun hali peer
(pagthi thassabher utawal samti uDe
jem ke uDe abhman kabar keer)
marne mathabandhanun melundat joi sambharto
wawaD puchhto mara gamna ha mare shun?
jeew taDhobol rakhashun bharat bharashun
athe paur hilola hinchko ane hun
mari balarat wethe ujagra, wethe wart wethe apwas
nitare ankhyne newe neer
anya to mithi mawDi khile gawDi
sakhisaiyarun hashe bhai ane bhejai
nyan sunan–anosran toran–takta
bhintyun aDwi, jhankhan orDa ne abhDai
hunya walamui thai aphuDi gai’ti na’wa
saw kori dhakor nadine neer
kankhman ghali chhokarun mathe potakun hali peer
(pagthi thassabher utawal samti uDe
jem ke uDe abhman kabar keer)
marne mathabandhanun melundat joi sambharto
wawaD puchhto mara gamna ha mare shun?
jeew taDhobol rakhashun bharat bharashun
athe paur hilola hinchko ane hun
mari balarat wethe ujagra, wethe wart wethe apwas
nitare ankhyne newe neer
anya to mithi mawDi khile gawDi
sakhisaiyarun hashe bhai ane bhejai
nyan sunan–anosran toran–takta
bhintyun aDwi, jhankhan orDa ne abhDai
hunya walamui thai aphuDi gai’ti na’wa
saw kori dhakor nadine neer



સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૧ (પૃષ્ઠ ક્રમાંક 52)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1992