અવળે હાથે રાસરચીલું મેલ્યું સૈયર
avale haathe raasrachiilun melyun saiyar

અવળે હાથે રાસરચીલું મેલ્યું સૈયર, શેય જડે નઈં
આભે નીકળી તારલિયાની ટમટમતી કૈં વેલ્યું સૈયર, શેય જડે નઈં
સાસુજી પૂછશે કે : ચૂલો કેમ નથી સળગાવ્યો (ઑય મા)
સંજવાળીમાં સાંજ ઢળે ઈ દોરો ક્યાં મંતરાવ્યો? (ઑય મા)
પડોશની બાયું પણ લાવી ભરી નદીથી હેલ્યું સૈયર, શેય જડે નઈં
ઝડકો ભરતાં અજાણતાં હું ભોંકી બેઠી સોય (ઑય મા)
ટેરવડે ટશિયા ફૂટ્યા : ઝળઝળિયાં ટપક્યાં ભોંય (ઑય મા)
અણોસરી વાતું આણીપા કેણે રે ધકેલ્યું સૈયર, શેય જડે નઈં
જેઠાણીનું નામ લઈ છેડે મેં વાળી ગાંઠ (ઑય મા)
સીમેથી ફળિયામાં ઊતર્યો ઘૂઘરિયાળો ઠાઠ (ઑય મા)
જડ્યું જડ્યું : કે’તા મોજીલે કમાડ આઘું ઠેલ્યું સૈયર, શેય જડે નંઈ
awle hathe rasarchilun melyun saiyar, shey jaDe nain
abhe nikli taraliyani tamatamti kain welyun saiyar, shey jaDe nain
sasuji puchhshe ke ha chulo kem nathi salgawyo (auy ma)
sanjwaliman sanj Dhale i doro kyan mantrawyo? (auy ma)
paDoshni bayun pan lawi bhari nadithi helyun saiyar, shey jaDe nain
jhaDko bhartan ajantan hun bhonki bethi soy (auy ma)
terawDe tashiya phutya ha jhalajhaliyan tapakyan bhonya (auy ma)
anosri watun anipa kene re dhakelyun saiyar, shey jaDe nain
jethaninun nam lai chheDe mein wali ganth (auy ma)
simethi phaliyaman utaryo ghughariyalo thath (auy ma)
jaDyun jaDyun ha ke’ta mojile kamaD aghun thelyun saiyar, shey jaDe nani

સ્રોત
- પુસ્તક : છુટ્ટી મૂકી વીજ (પૃષ્ઠ ક્રમાંક 30)
- સર્જક : મનોહર ત્રિવેદી
- પ્રકાશક : લજ્જા પબ્લિકેશન
- વર્ષ : 2012
- આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ