સઇયરું પજવે રે સઇયરું પજવે
હાં રે પૂછે કરી કરી પલક મીંચામણીઃ
‘અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!’
જટાળા કો' જોગી જેવાં મસ માથે જટિયાં
ને ઓળી ઓળી ખાંતે વા’લો પાડે એવાં પટિયાં!
અધપડિયાળા ઘેને,
મશડી આજે રે નેણે,
શામળો ને ઓઢે પાછો કંધે કાળો કામળો!
ઓહો! મૂરત બની છે કાંઈ લોચન લુભામણી!
અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!
દંન આખો વન માંહી ધેન લેઈ ભટકે,
રે શીખનાં બે વેણ કોઈ કે'તો વાત વટકે!
આંખ્યું કરી કરડી, કૈં
મુખ એવું મરડીને,
કે’નારાની પાંહે ભૂંડો દાણ સામાં માગતો!
બાઈ! રબારાના છોરે લીધી દોર સારા ગામની!
અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!
લાખ તમીં ખોલો ઇંનું વાંકુ એકસરખું,
આ રહી રહી તોય હું તેા હિયે મારે હરખુ!
ભૂલિયા સંધાયે જ્યહીં,
પરખ્યો મીં એક ત્યહીં,
(ને) કાયનો નો જોયો મીં તો રંગ એલી માંયલો!
(એવું) રતન પામી છું જેની નથ સરખામણી!
અડદિયે મોહી શેં ઓ કમોદ કોડામણી?!
saiyarun pajwe re saiyarun pajwe
han re puchhe kari kari palak minchamni
‘aDadiye mohi shen o kamod koDamni?!’
jatala ko jogi jewan mas mathe jatiyan
ne oli oli khante wa’lo paDe ewan patiyan!
adhapaDiyala ghene,
mashDi aaje re nene,
shamlo ne oDhe pachho kandhe kalo kamlo!
oho! murat bani chhe kani lochan lubhamni!
aDadiye mohi shen o kamod koDamni?!
dann aakho wan manhi dhen lei bhatke,
re shikhnan be wen koi keto wat watke!
ankhyun kari karDi, kain
mukh ewun marDine,
ke’narani panhe bhunDo dan saman magto!
bai! rabarana chhore lidhi dor sara gamni!
aDadiye mohi shen o kamod koDamni?!
lakh tamin kholo innun wanku ekasarakhun,
a rahi rahi toy hun tea hiye mare harakhu!
bhuliya sandhaye jyheen,
parakhyo meen ek tyheen,
(ne) kayno no joyo meen to rang eli manylo!
(ewun) ratan pami chhun jeni nath sarkhamni!
aDadiye mohi shen o kamod koDamni?!
saiyarun pajwe re saiyarun pajwe
han re puchhe kari kari palak minchamni
‘aDadiye mohi shen o kamod koDamni?!’
jatala ko jogi jewan mas mathe jatiyan
ne oli oli khante wa’lo paDe ewan patiyan!
adhapaDiyala ghene,
mashDi aaje re nene,
shamlo ne oDhe pachho kandhe kalo kamlo!
oho! murat bani chhe kani lochan lubhamni!
aDadiye mohi shen o kamod koDamni?!
dann aakho wan manhi dhen lei bhatke,
re shikhnan be wen koi keto wat watke!
ankhyun kari karDi, kain
mukh ewun marDine,
ke’narani panhe bhunDo dan saman magto!
bai! rabarana chhore lidhi dor sara gamni!
aDadiye mohi shen o kamod koDamni?!
lakh tamin kholo innun wanku ekasarakhun,
a rahi rahi toy hun tea hiye mare harakhu!
bhuliya sandhaye jyheen,
parakhyo meen ek tyheen,
(ne) kayno no joyo meen to rang eli manylo!
(ewun) ratan pami chhun jeni nath sarkhamni!
aDadiye mohi shen o kamod koDamni?!
સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 142)
- સર્જક : મોહનભાઈ પટેલ, ચંદ્રકાન્ત શેઠ
- પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
- વર્ષ : 1973