લ્યો ઉર સરસી
lyo ur sarsii
પુરુષોત્તમ મિસ્ત્રી
Purushottam Mistri

તપ્ત અને આ તરસી
હૃદયધરાને નાથ! હવે હે જાવ જરીક તો પરશી....
દગ્ધ શિશિરના કરા
પાનખર કેરું કેવલ રુક્ષ વૃક્ષ કે ગ્રીષ્મતણી આ ધરા;
મેઘ સઘન થૈ આવો એને રોમ રોમ રહો વરસી...
અવ આ હૈયાભૂમિ
ઝંખે અહરહ થઈ આકુલ; દિયો રે તવ દર્શન તવ ચૂમી;
આ અપરૂપ કુબ્જાને યે હે સુંદર! લ્યો ઉર સરસી...



સ્રોત
- પુસ્તક : કવિતા (પૃષ્ઠ ક્રમાંક 111)
- સંપાદક : સુરેશ દલાલ, હરીન્દ્ર દવે
- પ્રકાશક : કવિતા પ્રકાશન
- વર્ષ : 1961