pankhalo ghoDo - Geet | RekhtaGujarati

પંખાળો ઘોડો

pankhalo ghoDo

સુંદરજી બેટાઈ સુંદરજી બેટાઈ
પંખાળો ઘોડો
સુંદરજી બેટાઈ

પંખાળા ઘોડા, ગઢ રે કૂદીને કાં ઊડિયા હોજી?

જરિયે કીધ ખોંખાર,

મૂકી પછાડી અસવાર,

કીધા અજાણ્યા પસાર;

પંખાળા ઘોડા, ગઢ રે કૂદીને કયાં સંચર્યા હોજી?

તોડી દીધા નવસેં નેક,

છોડી દીધા સઘળા ટેક,

આડા આંકી દીધા છેક,

પંખાળા ઘોડા, ગઢ રે ભાંગીને ક્યાં પરવર્યા હોજી?

પંખાળા ઘેાડા, ક્યા રે અગોચર ઊપડ્યાં હોજી?

સૂની મૂકી તૃષ્ણાનાર,

શીળા આશાના તુષાર,

સૌને કરીને ખુવાર,

ખુલ્લાં મૂકી નવે દ્વાર,

પંખાળા ઘોડા, કિયા રે મુલક તને સાંભર્યાં હોજી?

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2