palashful - Geet | RekhtaGujarati

પલાશફૂલ

palashful

સુરેશ દલાલ સુરેશ દલાલ
પલાશફૂલ
સુરેશ દલાલ

પલનું પલાશફૂલ

એના રૂડા રંગને કેસર મંન મારું મશગૂલ!

ભાવિની નહીં ભાળ કે નહીં

અતીતની કોઈ છાંય;

કાળનો કાળો ભમરો ભમી

આજનાં ગીતો ગાય.

અહીંની ભૂમિ મન મારાને લાગતી રે ગોકુળ!

તરસ નહીં : પ્રાણ માણે

તૃપ્તિ કેરો ઘૂંટ;

મોકળા મને મ્હાલતાં મળે

મારે લખલૂટ.

સઘળાનું છે મૂલ મારે મન : હેમ હોયે કે ધૂળ!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : નિરંજન ભગત
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
  • વર્ષ : 1980