
કયે ઘૂમટે મુખડાં તેં ઢાંક્યાં,
સોનલ હું તો છેતરાયો;
કઈ રેખાએ ચિત્તર આંક્યાં
સ્નેહલ ભોળો ભરમાયો. – કયે૦
હું તો જો’તો જો’તો ને રહ્યો મ્હોતો,
જગાડી પ્રીત પરવશ નાખી;
હૈયું ખોતો ખોતો ને ન’તો જો’તો
લગાડી માયા અણજાણ રાખી;
ક્યું તીર તેં કાળજે તાક્યું?
ઘાયલ હું વણવાગ્યો! – કયે૦
હું તો પીઉં પીઉં ને તો ય તરસ્યો,
અખૂટ પ્યાસ પીવડાવી જાણે.
હું તો કોરો કોરો ને કયો વરસ્યો.
અદીઠ મેહ ભીંજાતા પ્રાણે;
મન ભટકે ઝંખે વણથાક્યું
પાગલ, તારો પડછાયો. – કયે૦
kaye ghumte mukhDan ten Dhankyan,
sonal hun to chhetrayo;
kai rekhaye chittar ankyan
snehal bholo bharmayo – kaye0
hun to jo’to jo’to ne rahyo mhoto,
jagaDi preet parwash nakhi;
haiyun khoto khoto ne na’to jo’to
lagaDi maya anjan rakhi;
kyun teer ten kalje takyun?
ghayal hun wanwagyo! – kaye0
hun to piun piun ne to ya tarasyo,
akhut pyas piwDawi jane
hun to koro koro ne kayo warasyo
adith meh bhinjata prane;
man bhatke jhankhe wanthakyun
pagal, taro paDchhayo – kaye0
kaye ghumte mukhDan ten Dhankyan,
sonal hun to chhetrayo;
kai rekhaye chittar ankyan
snehal bholo bharmayo – kaye0
hun to jo’to jo’to ne rahyo mhoto,
jagaDi preet parwash nakhi;
haiyun khoto khoto ne na’to jo’to
lagaDi maya anjan rakhi;
kyun teer ten kalje takyun?
ghayal hun wanwagyo! – kaye0
hun to piun piun ne to ya tarasyo,
akhut pyas piwDawi jane
hun to koro koro ne kayo warasyo
adith meh bhinjata prane;
man bhatke jhankhe wanthakyun
pagal, taro paDchhayo – kaye0



સ્રોત
- પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 89)
- પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
- વર્ષ : 1964