લખી શકાતા હોય તો મારે લખવા છે પડછાયા રે
મને મૂંઝવે દિવસરાત ને સમય સમયની માયા રે!
હું લખવા બેસું છું ત્યારે શબ્દો થૈ જાય સાધુ રે
ભાષા ભગવી લખતા રહેવું એમ વચન હું બાંધું રે
ચાખડી પહેરી ફરતા અર્થો બળતી મારી કાયા રે!
ભસ્મની માફક ઊડતા રહેવું નગર નગરના દરવાજે
આવકાર કોઈ આપી દે તો વાત વરત થૈ વરતાજે
વરત વરતની વાયકાઓની તૂટી પડ્યા સૌ પાયા રે!
lakhi shakata hoy to mare lakhwa chhe paDchhaya re
mane munjhwe diwasrat ne samay samayni maya re!
hun lakhwa besun chhun tyare shabdo thai jay sadhu re
bhasha bhagwi lakhta rahewun em wachan hun bandhun re
chakhDi paheri pharta artho balti mari kaya re!
bhasmni maphak uDta rahewun nagar nagarna darwaje
awkar koi aapi de to wat warat thai wartaje
warat waratni waykaoni tuti paDya sau paya re!

સ્રોત
- પુસ્તક : જીભ ઉપરનો ધ્વજ (પૃષ્ઠ ક્રમાંક 18)
- સર્જક : પ્રફુલ્લ પંડ્યા
- પ્રકાશક : કવિલોક પ્રકાશન
- વર્ષ : 1986