પછી આપી દો મનદુઃખને મ્હાત...
pachhi aapi do mandukhne mhaat
હરીશ શાહ
Harish Shah
હરીશ શાહ
Harish Shah
પછી આપી દો મનદુઃખને મ્હાત...
આગંતુક અવસરની અટકળ વધાવીને લંબાવો સંગાથે હાથ...
ભારણના ભરડાને નાથો કે હાથ વ્હેંત સામે તો ઊભું છે સુખ
એનાં ઊંબર પછી કૂદો તો પામો છો દરિયાઓ સપનાનાં જૂજ,
પછી હાથ વ્હેંત સાગર છે સાત!
પછી આપી દો મનદુઃખને મ્હાત...
આકાશે ઉડવું છે પાંખો પ્રસારીને? જાણી લો નકશો ના આભે,
જોડી લો શમણાંને હમણાં એ બેઠાં છે ઇચ્છાની મંજિલના ધાબે.
પછી દોરાણી આંગણિયે ભાત!
પછી આપી દો મનદુઃખને મ્હાત...
સ્રોત
- પુસ્તક : દૂરનાં દૃશ્યો
- સર્જક : હરીશ શાહ
- વર્ષ : 2025
