રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોડૂંડે બેઠાં રૂડા લાણા પટલાણી,
ઓણ દીકરાનાં કરી દઈં આણાં...
ગોફણ સંકેલીને મેલી દે, આવ્ય આંય સોડમની પથરાતી છાયા,
ચાંચને ઉલેચ્યે નઈં ઊણીં થઈ જાય આ લીલુડા દરિયાની માયા
-દીકરિયું જેવાં આ પંખીડાં, ઈમનેય ઊડવાના આવશે ટાણાં...
પટલાણી, ઓણ દીકરીનાં કરી દઈં આણાં.
મેંદીની ભાત્ય હોય એવી આ ખેતરમાં ડંડાની ભાત્ય કાંઈ જાગે!
પાનેતર પહેરીને ઊભેલી તરવરતી કન્યા જેવી જ સીમ લાગે
તારા આણામાં સાહેલિયુંએ ગાયાં’તાં—
સંભળાવ્ય આજ તો ઈ ગાણાં...
પટલાણી, કેવા ડૂંડાને બેઠા છે દાણા!
DunDe bethan ruDa lana patlani,
on dikranan kari dain anan
gophan sankeline meli de, aawya aanya soDamni pathrati chhaya,
chanchne ulechye nain unin thai jay aa liluDa dariyani maya
dikariyun jewan aa pankhiDan, imney uDwana awshe tanan
patlani, on dikrinan kari dain anan
mendini bhatya hoy ewi aa khetarman DanDani bhatya kani jage!
panetar paherine ubheli tarawarti kanya jewi ja seem lage
tara anaman saheliyune gayan’tan—
sambhlawya aaj to i ganan
patlani, kewa DunDane betha chhe dana!

સ્રોત
- પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 78)
- સર્જક : માધવ રામાનુજ
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 1986
- આવૃત્તિ : બીજી આવૃત્તિ