ઓ, જાદુગર!
O, Jadugar!
વિનોદ જોશી
Vinod Joshi
વિનોદ જોશી
Vinod Joshi
ખાંડી ખાંડી તડકો તેનો નરમ છાંયડો કીધો,
ઓ,જાદુગર! તેં વગડાને સળંગ ચાખી લીધો...
તારી આંખો હજી પીરસે ગળચટ્ટાં પકવાન,
હજી હોઠ પર હડી કાઢતાં તસતસતાં તોફાન;
જરા ઝળૂંબી બધો ઉમળકો તળિયાંઝાટક પીધો...
મને કનડતો કાંટાળો હણહણતો તારો ભેજ,
મખમલિયા ગાલીચા પર પથરાતું ભીનું તેજ;
કમળપાંદડી વચ્ચે મેં ભમરાને ભીડી દીધો...
સ્રોત
- પુસ્તક : રેશમી ટહુકાની રજાઈ (પૃષ્ઠ ક્રમાંક 90)
- સંપાદક : ઉત્પલ પટેલ
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2023
