
મારે ખેતર મોગરો ને તારે ખેતર થોર,
તારે ખેતર ચકલાં કલબલ, મારે ખેતર મોર.
પૂજા ને પકવાન ચરણમાં
ગંગાજળ પીવરાવું,
આંગણિયે મહેમાન પધારે
એ આનંદે ગાઉં
ભૂખ્ખડ દેશ તજીને કાં નવ
આવે આણી કોર? મારે ખેતર...
મંડપ આ મધુમાલતી
મઘમઘે રાતની રાણી,
સોનાવરણી સેજ હૃદયની
અંતર મીઠી વાણી.
આવ કા'ન હું વીંઝણું વીંઝું
સાળુડાની કોર' મારે ખેતર...
mare khetar mogro ne tare khetar thor,
tare khetar chaklan kalbal, mare khetar mor
puja ne pakwan charanman
gangajal piwrawun,
anganiye maheman padhare
e anande gaun
bhukhkhaD desh tajine kan naw
awe aani kor? mare khetar
manDap aa madhumalati
maghamghe ratni rani,
sonawarni sej hridayni
antar mithi wani
aw kana hun winjhanun winjhun
saluDani kor mare khetar
mare khetar mogro ne tare khetar thor,
tare khetar chaklan kalbal, mare khetar mor
puja ne pakwan charanman
gangajal piwrawun,
anganiye maheman padhare
e anande gaun
bhukhkhaD desh tajine kan naw
awe aani kor? mare khetar
manDap aa madhumalati
maghamghe ratni rani,
sonawarni sej hridayni
antar mithi wani
aw kana hun winjhanun winjhun
saluDani kor mare khetar



સ્રોત
- પુસ્તક : વેણુ ગીત (પૃષ્ઠ ક્રમાંક 2)
- સર્જક : વાસુદેવ વિ. પાઠક 'વાગર્થ'
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1983